નવી દિલ્હી: દેશમાં હજુ પણ કોરોના (Corona Virus) નો કેર પ્રવર્તી રહ્યો છે. જો કે છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. રિકવરી રેટ વધી રહ્યો છે. જેથી કરીને આવનારા કેટલાક સમયમાં તેનાથી છૂટકારો મળવાની આશાની કિરણ જોવા મળે છે પરંતુ હવે દિલ્હી એમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કોરોના વિશે એક ચેતવણી પણ ઉચ્ચારી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એમ્સ (AIIMS) ના ડિરેક્ટર રણદીપ ગુલેરિયા (Randeep Guleria) એ કહ્યું કે વાયુ પ્રદૂષણ વધવાની સાથે જ કોરોનાના કેસમાં વધારો થઈ શકે છે. તેમણે દિલ્હીમાં સતત વધતા પ્રદૂષણ (Pollution) ના સ્તર પર સતર્કતા વર્તવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે જેટલું પ્રદૂષણ વધશે તેનાથી કોરોના વાયરસ ફેલાવવાનું જોખમ વધે છે. એમ્સના ડાઈરેક્ટરે કહ્યું કે અનેક સ્ટડીમાં એ વાત સામે આવી છે કે પ્રદૂષણ વધતા કોવિડ 19 વાયરસ હવામાં વધુ સમય સુધી રહે છે જે આપણા શ્વાસ લેતાની સાથે જ શરીરમાં પ્રવેશે છે. તેમણે કહ્યું કે હવે દેશ અનલોક થઈ રહ્યો છે જેનાથી પ્રદૂષણની સમસ્યા ફરીથી સામે આવી રહી છે. પરંતુ જો કોરોના વાયરસ અને પ્રદૂષણ બંને એક સાથે વધશે તો જનતા માટે મુશ્કેલી ઉભી થશે. 


VIDEO: લોકો તમાશો જોતા રહ્યા અને TSI એ ગંદા નાળામાં કૂદીને બચાવ્યો 8 વર્ષના માસૂમનો જીવ


રણદીપ ગુલેરિયાએ કહ્યું કે જે લોકોને શ્વાસ સંબધિત બીમારી જેમ કે અસ્થમા વગેરે છે તેઓએ જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળવું જોઈએ. તેમને ફેફસા સંબંધિત સમસ્યા થઈ શકે છે. તેમણે એમ પણ કહ્યું કે તેનાથી રોગીની બીમારી જટિલ બની શકે છે. તેમણે ચીન અને ઈટાલીના રિપોર્ટ લઈને કહ્યું કે ત્યાંના કેટલાક રિસર્ચમાં એ વાત સામે આવી છે કે જ્યાં AQI 2.5થી વધુ રહ્યો ત્યાં કોરોના કેસમાં 8 થી 9 ટકાનો વધારો જોવા મળ્યો.  


હાથરસ કેસ પર તમામ સમાચારો વિગતવાર જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube